સ્ટેશન રોડ પર સુરજબાગ નજીક રાખેલ 40 હજારની કિમતનું મોપેડ અજણાયો ઈસમ ચોરી કરી ગયો છે જે બનાવ મામલે એ ડિવિજન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ ચલાવી છે
મોરબીના નવલખી રોડ પર રહેતા નનજીભાઈ જીવાભાઇ પરેસાએ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 20 એપ્રિલના રોજ બપોરના સાડા બારથી એક વાગ્યા સુધી પોતાનું મોપેડ જીજે 03 સીએન 9833 કિમત રૂ 40 હજાર વાળું અજાણ્યો ઈસમ ચોરી કરી ગયો છે એ ડિવિજન પોલીસે ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે