મોરબી જીલ્લામાં જુગારની સીઝન ખુલી હોય તેમ ચારેય બાજુ થી જુગારીઓ અલગ અલગ નવ જગ્યાએ થી 35 જુગારી પત્તા ટીચતાં ઝડપાયા છે
ટંકારાના સજનપર ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા પાંચ ઝડપાયા
સજનપર ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧.૬૫ લાખ જપ્ત કરી છે
ટંકારા તાલુકાના સજનપર ગામની સીમમાં આરોપી મનીષ ગોધાણીની વાડીની ઓરડીમાં જુગારની બાતમી મળતા ટંકારા પોલીસ ટીમે રેડ કરી હતી ઓરડીમાં જુગાર રમતા મનીષ જીવરાજભાઈ ગોધાણી, મયુર હરજીવનભાઈ છત્રોળા, પીયુષ મનસુખભાઈ સાણજા અને સુમિત શાંતિલાલ જીવાણી તેમજ કલ્પેશ રામજી રાંકજા એમ પાંચને ઝડપી લઈને રૂ ૧,૬૫,૦૦૦ રોકડ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
ટંકારાના ગણેશપર ગામે જુગાર રમતી ત્રિપુટી ઝડપાઈ
ગણેશપર ગામે ઘરની બહાર શેરીમાં જાહેરમાં જુગાર રમતી ત્રિપુટીને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ગણેશપર ગામે રેડ કરી હતી મકાન બહાર જાહેરમાં જુગાર રમતા વિક્રમ કુંભાભાઈ છીપરીયા, સાગર સુરેશભાઈ છીપરીયા અને જસમત રઘુભાઈ સાડમીયા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૮૩૩૦ જપ્ત કરી છે
વાંકાનેરના નવાપરામાં જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા
નવાપરા વિસ્તારમાં ખુલ્લા પટમાં જાહેરમાં જુગાર રમતા ચાર જુગારીને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન નવાપરા સોવારીયા પાસે મીટ્ટી કુલ વાળી શેરીમાં રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા સંજય કરશનભાઈ ડાભી, મહેશ દામજીભાઈ ભખવાડિયા, વિજય ઉર્ફે રાહુલ સોમાભાઈ ધોરીયા અને કાનો ઉર્ફે બાબુ કરશન ડાભી એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૧૦૫૦ જપ્ત કરી છે
માળિયાના રોહીશાળા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા
રોહીશાળા ગામે તળાવની પાળ પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
માળિયા પોલીસ ટીમે રોહીશાળા ગામની સીમમાં તળાવની પાળ પાસે રેડ કરી હતી ખુલ્લા મેદાનમાં જાહેરમાં જુગાર રમતા પ્રવીણ પ્રભુભાઈ કાલરીયા, જયંતી જગજીવન બાપોદરીયા, રતિલાલ જગજીવનભાઈ કાલરીયા, સુમિત સુરેશભાઈ પટેલ અને બળદેવભાઈ જીવરાજભાઈ કૈલા એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૩૪,૭૦૦ જપ્ત કરી છે
મોરબીના જેતપર ગામે કોળીવાસમાં જુગાર રમતી ત્રિપુટી ઝડપાઈ
જેતપર ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૧,૦૮૦ જપ્ત કરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમે જેતપર ગામે કોળીવાસ મફતિયાપરામાં રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા સુનીલભાઈ ઉર્ફે ભંગારીયો કુકાભાઈ દેગામાં, પ્રવીણભાઈ ઉર્ફે ગુગો લાભુભાઈ સાંથલીયા અને વિજય જેઠાભાઈ પસાડીયા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૧૧,૦૮૦ જપ્ત કરી છે
મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં જુગાર રમતી ચાર મહિલાઓ ઝડપાઈ
મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતી ચાર મહિલા પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
સીટી બી ડીવીઝન પોલીસે ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં મહાદેવ મંદિર પાસે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતી રીનાબેન કલ્પેશભાઈ કુંડારિયા, રંજનબા ભરતસિંહ જાડેજા, જશુબા યુવરાજસિંહ ઝાલા અને જોશનાબેન વિજયભાઈ સોલંકી એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૧૦,૧૪૦ જપ્ત કરી છે
મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં જુગાર રમતી ચાર મહિલા ઝડપાઈ
ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં મંદિર પાસે જાહેરમાં જુગાર રમતી ચાર મહિલાઓને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૦,૩૬૦ જપ્ત કરી છે
સીટી બી ડીવીઝન પોલીસ ટીમે બાતમીને આધારે ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં મહાદેવ મંદિર પાસે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતી સેજલબેન અશોકભાઈ પનારા, ગીતાબેન પ્રવીણભાઈ પોપટિયા, ભારતીબેન કૈલાશભાઈ ડાંગર અને સોનલબેન જયસુખગીરી ગૌસ્વામી એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૧૦,૩૬૦ જપ્ત કરી છે
મોરબીના શોભેશ્વર રોડ પર જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા
શોભેશ્વર રોડ પર પાણીના ટાંકા પાછળ જાહેરમાં જુગાર રમતી ત્રિપુટીને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના શોભેશ્વર રોડ પર પાણીના ટાંકા પાછળ જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા સલીમ રફીક લંધા, પરવેઝ રજાક સરવદી અને અહેમદ હૈદર જેડા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૪૩,૫૦૦ જપ્ત કરી છે
મોરબીના રાજપર રોડ પર જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા
રાજપર રોડ પર સોસાયટી પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૬૨,૭૦૦ જપ્ત કરી છે
મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રાજપર રોડ પ્રભુનગર સોસાયટી શેરી નં ૦૪ માં બાતમીને આધારે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા જીતેશ નાથાભાઈ ઝાલા, વિક્રમ ભુપતભાઈ રાઠોડ, પ્રકાશ પ્રતાપભાઈ ચારોલા, જયદીપ ઉર્ફે બલી મહેશ ડાંગર અને જગાભાઇ વિરમભાઇ રાઠોડ એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૬૨,૭૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે