મોરબીના લક્ષ્મીનગર ગામે કોળીવાસમાં જુગાર રમતા ચાર ઝડપાયા
મોરબીના લક્ષ્મીનગર ગામના કોળીવાસમાં જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૧,૨૦૦ જપ્ત કરી છે
મોરબીના લક્ષ્મીનગર ગામમાં આવેલ કોળીવાસમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા મુન્નાભાઈ નાનજીભાઈ ડાભી, સુનીલ બાબુભાઈ રાણેવાડિયા, સંજય બાબુભાઈ રાણેવાડિયા અને પ્રતાપ નથુભાઈ સાલાણી એમ ચારને દબોચી લઈને રોકડ રૂ ૧૧,૨૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના નવા જાંબુડિયા ગામે જુગાર રમતા ત્રણ ઝડપાયા
નવા જાંબુડિયા ગામે સલાટવાસમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી લઈને મોરબી તાલુકા પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમે નવા જાંબુડિયા ગામે સલાટવાસમાં રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા મહેબુબ ઓસમાણ સુમરા, જગદીશ રમેશ બોડા અને વિનોદ હીરાભાઈ જોલાપરા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૧૦,૧૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના નવા જાંબુડિયા ગામે જુગાર રમતા ચાર ઝડપાયા
નવા જાંબુડિયા ગામે સલાટવાસમાં જાહેરમાં જુગાર રમતા ચારને ઝડપી લઈને તાલુકા પોલીસે રોકડ રૂ ૧૦,૦૭૦ જપ્ત કરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમે નવા જાંબુડિયા ગામે બાતમીને આધારે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા રાહુલ લાભુભાઈ ઉડેચા, નીલેશ જેઠાભાઈ મુંધવા, સિકંદર વલીમામદ સંધવાણી અને હરખાભાઈ સામજીભાઇ સાલાણી એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૧૦,૦૭૦ જપ્ત કરી છે
ટંકારાના વીરપર ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા
વીરપર ગામે પ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ત્રણને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૦,૬૦૦ જપ્ત કરી છે
ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વીરપર ગામે નવા પ્લોટ વિસ્તારમાં રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા રવિભાઈ મગનભાઈ સીપરા, સતીષ ચંદુલાલ મેણીયા અને સાગર રાજેશ બાવરવાને ઝડપી લઈને રોકડ રૂ ૧૦,૬૦૦ જપ્ત કરી છે
વાંકાનેરના નવાપરામાં મંદિર પાછળ જુગાર રમતા ત્રણ ઝડપાયા
નવાપરામાં હનુમાન મંદિર પાછળ જાહેરમાં જુગાર રમતી મહિલા સહીત ત્રણને પોલીસે ઝડપી લઈને રોકડ રૂ ૧૯૦૦ જપ્ત કરી છે એક આરોપી નાસી ગયો હતો
વાંકાનેર સીટી પોલીસ ટીમે નવાપરા હનુમાન મંદિર પાછળ રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા પ્રદીપ રઘુભાઈ સરાવાડિયા, રાહુલ હમીરભાઈ ગાંભા અને જોશ્નાબેન જેન્તીભાઈ બાવળિયા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૧૯૦૦ જપ્ત કરી છે આરોપી કાના શિવા કોળી નાસી જતા વધુ તપાસ ચલાવી છે
હળવદના સુસવાવ ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા છ ઝડપાયા
હળવદ તાલુકાના સુસવાવ ગામે આવેલ વાડીની ઓરડીમાં રેડ કરી એલસીબી ટીમે જુગાર રમતા છ ઇસમોને ઝડપી લઈને રોકડ રૂ ૧,૧૭,૭૦૦ જપ્ત કરી છે તેમજ એક આરોપીનું નામ ખુલતા તપાસ ચલાવી છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદ તાલુકાના સુસવાવ ગામની સીમમાં વિશ્વાસ પોલીપેક કારખાના પાસે આરોપી ધવલ સુરેશ પટેલ રહે મોરબી વાળાની વાડીની ઓરડીમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી વાડીની ઓરડીમાં જુગાર રમતા લખમણ બાબુભાઈ ગોગરા, ધ્રુવ કાંતિલાલ ફૂલતરીયા, ભરત ઠાકરશીભાઈ પાંચોટિયા, મગન વાલજીભાઈ નારણીયા, રમેશ વાઘજીભાઈ સીણોજીયા અને જીતેન્દ્ર ઉર્ફે જીતુભાઈ રાઘવજીભાઈ ઘેટિયા એમ છને ઝડપી લઈને રોકડ રૂ ૧,૧૭,૭૦૦ જપ્ત કરી છે આરોપી ધવલ પટેલ હાજર મળી આવ્યો ના હતો જેથી હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે