અણિયારી ટોલનાકા નજીક અવળે પેપરમિલમાં રવિવારે સાંજે આગ લાગી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો મોરબી, હળવદ, ધ્રાંગધ્રા અને રાજકોટની સાતથી વધુ ફાયરની ટીમોએ 17 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર મહદ અંશે કાબૂ મેળવી લીધો હતો
રવિવારે સાંજે અણીયારી ટોલનાકા પાસે આવેલ લેમીટ પેપરમિલ નામની ફેકટરીમાં આગ લાગી હતી વેસ્ટ પેપરના ગોડાઉનમાં પડેલા પેપરના જથ્થામાં આગ લાગતા મોરબી અને હળવદ ફાયર ટીમ દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવ્યો હતો જોકે આગ બેકાબુ બની હોવાથી મેજર ફાયર કોલ જાહેર કરવામાં આવ્યો હતો જેથી રાજકોટની પણ 3-4 ટીમો સાંજે દોડી આવી હતી મોરબી, હળવદ, ધ્રાંગધ્રા અને રાજકોટ સહિતની સાતથી વધુ ફાયરની ટીમોએ સતત પાણીનો મારો ચલાવ્યો હતો
ગોડાઉનમાં વેસ્ટ પેપરનો અંદાજે 12 હજાર ટન જેટલો જથ્થો પડ્યો હતો અને આગ વિકરાળ બની હોવાથી સતત પાણીનો મારો ચલાવ્યા બાદ 17 કલાકે મહદ અંશે આગ પર કાબૂ મેળવી લીધો હતો આગની ઘટનામાં 12 હજાર ટન જેટલો વેસ્ટ પેપરનો જથ્થો બળીને ખાખ થયો હતો બનાવમાં કોઈ જાનહાનિ થયાં અહેવાલ પ્રાપ્ત થયા નથી