મોરબી રાજકોટ હાઇવે પર વિરપર ગામ નજીક કેરી વાહન પલટી મારી ગયું હતું જે અકસ્માતમાં મહિલાઓ સહિત 15 જેટલા લોકોને ઇજા પહોંચી હતી બનાવ અંગે કેરી વાહનના ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મોરબી સબ જેલ પાસે રહેતા હંસાબેન હિમતભાઈ જાદવે કેરી વાહન જીજે 36 વી 8780 ના ચાલક નરેશભાઇ કંજારીયા રહે મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તા. 11 ના રોજ સવારના સુમારે કેરી વાહનમાં બેસી વાંકાનેર કેટરર્સ કામે જતાં હતા ત્યારે વિરપર નજીક કેરી વાહન પુરજડપે ચલાવી કાબૂ ગુમાવતાં પલટી ખાઈ જતાં મહિલાઓ સહિત 15 ને ઇજા પહોંચી હતી ટંકારા પોલીસે વાહન ચાલક સામે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે