R R Gujarat

હળવદના દીઘડીયા ગામે મકાનમાંથી 120 બોટલ દારૂનો જથ્થો જપ્ત

હળવદના દીઘડીયા ગામે મકાનમાંથી 120 બોટલ દારૂનો જથ્થો જપ્ત

 

દીઘડીયા ગામના રહેણાંક મકાનમાં રેડ કરી પોલીસે ઇંગ્લિશ દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન દીઘડીયા ગામે રહેતા આરોપી નરપતસિંહ કલ્યાણસિંહ ઝાલાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરતાં હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી આરોપીના મકાનમાંથી ઇંગ્લિશ દારૂની 120 બોટલ કિમત રૂ 25,404 નો જથ્થો કબજે લીધો હતો અને આરોપી નરપતસિંહ ઝાલા વિરુધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે