R R Gujarat

વાંકાનેર પંચવટી સોસાયટીમાં અગાઉની માથાકૂટનો ખાર રાખી 12 ઇસમોએ હુમલો કર્યો

વાંકાનેર પંચવટી સોસાયટીમાં અગાઉની માથાકૂટનો ખાર રાખી 12 ઇસમોએ હુમલો કર્યો

 

પંચાસર રોડ પર પંચવટી સોસાયટીમાં અગાઉ થયેલ બોલાચાલી અને માથાકૂટનો ખાર રાખી મહિલાઓ સહિતના 12 ઇસમોએ વૃધ્ધના ઘરે જઈને લોખંડ પાઇપ અને લાકડી તેમજ તલવાર વડે માર મારી ઇજા પહોંચાડી હતી

વાંકાનેરના પંચાસર રોડ પર પંચવટી સોસાયટીના રહેવાસી દેવજીભાઈ આંબાભાઈ ટીડાણીએ આરોપીઓ સંજય પ્રવીણ ટીડાણી, અશોક પ્રવીણ ટીડાણી, સિધ્ધરાજ અશોક ટીડાણી, પ્રવીણ આંબાભાઈ ટીડાણી, સંગીતાબેન સંજયભાઇ, રાહુલ બટુકભાઈ, હકભાઈ ઘૂસરી, હકાભાઈની પત્ની, ગીતાબેન અશોકભાઇ, લખન પ્રવીણભાઈ, સોનલ લખનભાઈ અને ભાગ્યેશ લખનભાઈ રહે બધા વાંકાનેર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે

જેમાં જણાવ્યું છે કે ફરિયાદીને અગાઉ આરોપીઓ સાથે મકાન વેચવા અને શેરીમાં પાણી ઢોરવા બાબતે માથાકૂટ થઈ હતી જેનો ખાર રાખી બપોરે બોલાચાલી કરી હતી અને બાદમાં આરોપીઓએ મંડળી રચીને ફરિયાદીના ઘરે જઈને ફરિયાદી દેવજીભાઈને પાઇપ, લાકડી અને તલવાર તેમજ છૂટા પથ્થર ઘા કરી ચેતનભાઈને પાઇપ અને તલવાર વડે મારી ઇજા કરી અન્ય પરિવારના સભ્યોને પણ માર મારી ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી વાંકાનેર સિટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે