વાંકાનેર તાલુકા પોલીસ ટીમે નેશનલ હાઈવે પરથી કારમાં ૫૫૦ લીટર દેશી દારૂની હેરાફેરી કરનાર ઈસમને ઝડપી લઈને કાર અને દારૂ સહીત ૬.૧૫ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે અન્ય બે આરોપીઓના નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર બાઉન્ડ્રીથી નેશનલ હાઈવે રોડ પર યક્ષપુરુષનગર ગામ પાસેથી સફેદ કલરની ટીયુવી કાર જીજે ૦૩ જેસી ૬૭૫૧ વાળીમાં દારૂનો જથ્થો ભરી જતો હોવાની બાતમી મળતા ટીમે કારને આંતરી લઈને તલાસી લેતા દેશી દારૂ ૫૫૦ લીટર કીમત રૂ ૧,૧૦,૦૦૦ મળી આવ્યો હતો પોલીસે દેશી દારૂ, કાર અને મોબાઈલ સહીત ૬,૧૫,૦૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી શામજી ઉર્ફે વિજય સુખાભાઈ સારલા રહે નળખંભા તા. થાનગઢ વાળાને ઝડપી લીધો છે અન્ય આરોપી દશરથ રમેશ કણજરીયા અને ઈર્શાદ ઉર્ફે ભૂરો એમ બે આરોપીના નામો ખુલતા વધુ તપાસ ચલાવી છે
