R R Gujarat
  • March 26, 2026
  • Last Update March 26, 2026 10:38 am

મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડીયાને જન્મદિવસની શુભેચ્છાઓ

મોરબી સિરામિક ઉદ્યોગના અગ્રણી અને મોરબી સિરામિક એસોસિએશન (વિટ્રીફાઇડ ડિવિઝન)ના પ્રમુખ શ્રી મનોજભાઈ એરવાડીયાનો આજરોજ જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે. તેમના જન્મદિવસ નિમિત્તે સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ, એસોસિએશનના પદાધિકારીઓ, કર્મચારીઓ તથા શુભેચ્છકો દ્વારા હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

મનોજભાઈ એરવાડીયા સિરામિક ઉદ્યોગના વિકાસ માટે સતત કાર્યરત રહી ઉદ્યોગને નવી દિશા આપવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. તેમના નેતૃત્વ હેઠળ મોરબી સિરામિક એસોસિએશન દ્વારા ઉદ્યોગના હિતમાં અનેક સકારાત્મક પ્રયાસો કરવામાં આવ્યા છે. તેમના જન્મદિવસ પ્રસંગે સૌએ તેમના આરોગ્યમય, દીર્ઘાયુ અને સફળ જીવનની શુભકામનાઓ વ્યક્ત કરી છે.