R R Gujarat

 મોરબીની જવાહર સોસાયટીમાં પ્રેમલગ્નનો ખાર રાખી માથાકૂટ, બે ઇસમો વિરુદ્ધ ફરિયાદ

 મોરબીની જવાહર સોસાયટીમાં પ્રેમલગ્નનો ખાર રાખી માથાકૂટ, બે ઇસમો વિરુદ્ધ ફરિયાદ

 

        સમાકાંઠે જવાહર સોસાયટી નજીક મારામારીની ઘટના બની હતી જેમાં પ્રેમલગ્ન કરનારના કાકી સાથે બોલાચાલી થયા બાદ તેના દીકરાઓએ ઘરે જઈને વૃધ્ધાને લાકડાના ધોકા વડે માર મારી તેમજ પૌત્રને માથામાં ધોકો મારી, દીકરાને ઇજા કરી હોવાની અરિયાદ નોંધાવી છે

        મોરબી 2 ભડિયાદ જવાહર સોસાયટી પાછળ રેટ જગુબેન ભાગવનજીભાઈ સનાળિયા નામના વૃધ્ધાએ મારામારીની પોલીસ ફરિયાદ નોંધાવી છે બી ડિવિજન પોલીસ મથકમાં આરોપીઓ સુમિત હસમુખ અને પિયુષ હસમુખ રહે બન્ને  મોરબી વાળ વિરુધ્ધ ફરિયાદમાં જણાવ્યું છે કે ફરિયાદી જગુબેનની પૌત્રી આરતીબેન ઘરેથી પ્રેમલગ્ન કરી ભાગી ગઈ હતી જગુબેનના દીકરા અને પૌત્રી સાથે પ્રેમલગ્ન કરનારના કાકી સાથે સવારના બોલાચાલી થઈ હતી જેથી તેના દીકરા આરોપી સુમિત અને પિયુષ બંને આવી જગુબેનના ઘરે જઈને લાકડાના ધોકા વડે મારી ઇજા કરી પૌત્ર પ્રદીપને માથામાં લાકડાનો ધોકો મારી અને દીકરા મહેન્દ્રને મૂઢ ઇજા કર્યાની ફરિયાદ નોંધાવી છે