રાજકોટ (Rajkot) લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રુપાલાએ (Parashottam Rupala )રાજા મહારાજાઓ વિશે કરેલા વિવાદાસ્પદ નિવેદને કારણે એક તરફ ક્ષત્રિય સમાજમાં (Kshtriy samaj) ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે હવે ક્ષત્રિય સમાજમાં પણ બે ફાંટા પડ્યા છે. થોડા દિવસ પહેલા ક્ષત્રિય સમાજના પદ્મીનીબાએ (PadmiBa Vala) સંકલન સમિતી પર સવાલો ઉઠાવ્યા હતા. ત્યારે આ મામલે સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલે (Kirti Patel) પદ્મીનાબાને આડેહાથ લીધા છે. કીર્તિ પટેલે પદ્મીની બા પર પ્રહાર કરતા ક્ષત્રિય સમાજના લોકોને રુપાલાને માફ કરવા માટે અપીલ કરી હતી.
પદ્મિનીબા પર ભડકી કીર્તિ પટેલ
કીર્તિ પટેલે કહ્યું કે, પદ્મિનીબા તમારે કરવું છે ? સંકલન સમિતિએ તમને ખુલ્લેઆમ સપોર્ટ કર્યો, મહાસંમેલન કર્યુ છતા પણ તમને સંકલન સમિતિ પરથી ભરસો ઉઠી ગયો. અને તમારા મનમાં ઘણા બધા સવાલો ઉઠી ગયા. પહેલા તમારે શું કરવું છે તે તમે નક્કી કરી લ્યો. માણસ માત્ર ભુલને પાત્ર હોય, રુપાલા સાહેબના શબ્દોમાં ભુલ છે, માણસ ખરાબ નથી. રુપાલા સાહેબે પોતાની આખી જીંદગી સેવામા જ નાખી દીધી. તે પણ 18 એ વર્ણને જોડે રાખીને. ક્યારેય પણ તેમને પક્ષપાત નથી , આજે કોઈ માણસ એક ભુલ કરે તો તેના 7 કામને વખાણવા પડે તેની એક ભુલ ન જોવાની હોય.
પદ્મનીબાને યાદ કરાવી પોતાની ભૂલ
વધુમાં તેને પદ્મીનીબાને કહ્યું કે, તમે પહેલા ક્ષત્રિય સમાજને ઉશ્કેરો છો, એવું આંદોલન કરાવો છો અને આજે હટી જાવ છો. પહેલા તમે જ કહો છો કે આંદગોન કરો નહીતર ઘરે ઘરે બંગળીયો મોકલુ છુ પહેરીલ્યો. તમે તમારા સમાજનું ય સારુ નથી બોલતા તો બીજાનું શું. વધુમાં તેને કહ્યું કે, પદ્મીની બેન યાદ છે ને કે તમારાથી પણ એક ભુલ થઈ હતી. તમે દલીત સમાજ વિશે બોલ્યા હતા ત્યારે તમને દલીત સમાજે પણ મોટુ મન રાખીને માફ કર્યા હતા. તે ના ભુલતા.